ટેકનોલોજી એ ૨૧મી સદી માં માણસ ના દૈનિક જીવન નું અભીન્ન અંગ બની ગઈ છે આજે જયારે સ્માર્ટ ફોન ના યુગ માં આપણે નાણાંકીય વ્યવહાર, માહિતીની આપલે, ધંધાકીય કામકાજ, ટિકિટ બુકીંગ વગેરે કાર્ય જેતે એપ્લીકેશન વડે ખુબ સરળતાથી આંગળીઓ ના ટેરવે થી કરીએ છીએ પરંતુ બાળકો ના અભ્યાસ ની વાત આવે ત્યારે હજુ પણ લેશન ડાયરી, નોધપોથી વગેરે દ્વારા જૂની પ્રણાલી મુજબ જ ચાલે છે. જેના કારણે ઘણા પ્રશ્નો જેવા કે,
વાલી : “સ્કુલ માં શું અને કેવી રીતે ભણાવવા માં આવે છે ?”
શિક્ષક : દરેક વાલી ને તેમના બાળક ના અભ્યાસ વિશે કેવી રીતે જાણ કરવી ?
સંચાલક : ફી, પરીક્ષા, વિવિધ આયોજન વગેરેની યાદી વાલીઓ ને એક સાથે કેવીરીતે આપવી ? વગેરે નો સંતોષાત્મક ઉપાય ટેકનોલોજી વિના મેળવવો અશક્ય છે ત્યારે આવી દરેક સમસ્યાઓ ના નિરાકરણ માટે અને શૈક્ષણિક પ્રવુતિ ને સરળ બનાવવા માટે અમે રજુ કરીએ છીએ. ઓરેટર એટલે સ્કુલ ની વાત તથા પ્રવૃત્તિઓ ની સચોટ રીતે રજૂઆત કરતુ માધ્યમ. આ એક એવી મોબાઇલ એપ્લીકેશન છે કે જે સ્કુલની karyprn કાર્યપ્રણાલી ને ખુબ સચોટ રીતે પ્રસ્તુત કરી વાલી તથા વિદ્યાર્થી સુધી મોબાઇલ દ્વારા પહોચાડે છે. આ એપ્લીકેશન સંચાલક મંડળ, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે.
આજે દરેક વાલી પોતાના બાળકો ના અભ્યાસ માં મદદરૂપ થવા ઈચ્છુક હોય છે પરંતુ હાલના સ્પર્ધાત્મક વ્યવસાયિક વાતવરણ માં સમય ના અભાવે તેઓ સ્કૂલમીટીંગ, હોમવર્ક, કલાસવર્ક, પ્રોજેક્ટ જેવી શાળાકીય પ્રવૃત્તિઓ માં ભાગ લઇ શકતા નથી તેમના માટે ORATARO Mobile App ખુબજ ઉપયોગી છે જ્યાં જે તે વિષય અથવા વર્ગ શિક્ષક પોતાના મોબાઇલ અથવા કોમ્પ્યુટર દ્વારા હોમવર્ક,કલાસવર્ક, ટાઇમ ટેબલ,નોટસ, પરીક્ષાલક્ષી માહિતી તેમજ સંચાલકશ્રીઓ સ્કુલ ની માહિતી જેવી કે ફી ની યાદી, સર્ક્યુલર, રજાઓ, પેરેન્ટસ મીટીંગ, કેલેન્ડર વગેરે ફાઈલ, ફોટો, લખાણ કે વીડીયો સ્વરૂપે મોકલી શકે છે જે જેતે વિદ્યાર્થી ના માતા, પિતા તેમજ ભાઈ-બહેન પોત પોતાના મોબઈલ માં વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ સમયે પોતાની અનુકુળતા મુજબ જોઈ શકશે અને તે અંગે વિશેષ રૂપે બાળક ને અભ્યાસ માં મદદરૂપ થઇ શકે છે તેમજ સ્કુલ અને શિક્ષકો સાથે જોડાએલા રહે છે.
ઓરેટર ની મહત્વની ઉપયોગીતાઓ
- સ્કુલ દ્વારા મોક્લાયેલ તમામ માહિતી એક સાથે એક જ જગ્યાએ થી જોઈ શકાશે તેમજ અલગ અલગ ઓપ્શન વડે તારીખ મહિના પ્રમાણે પણ જોઈ શકાય છે.
- જે તે વાલી માત્ર પોતાના જ બાળક અંગે ની માહિતી જોઈ શકશે તેમજ સ્કુલ ક્યા વાલી એ માહીતી જોઈ છે કોણે નથી જોઈ તેના રિપોર્ટ પણ મેળવી શકશે.
- રોજબરોજ ના કાર્ય અંગે નું સંચાલકો ને રીપોર્ટીંગ.
- સંપુર્ણ પણે સુરક્ષિત અને સંચાલક દ્વારા નિયંત્રીત તેમજ સકુલ પોતાની સગવડતા પ્રમાણે જે તે વ્યક્તિ ને જવાબદારી સોંપી કાર્ય કરાવી શકે છે.
- પરીક્ષાઓ, આન્યુઅલ ડે, પ્રવાસ, સંસ્કૃતિક કાર્યક્રમ, પરિણામ, વગેરે ની માહિતી ફોટા, વીડીયો તેમજ લખાણ સ્વરૂપે સીધું જ માતા પિતા ના મોબાઇલ ઉપર મોકલી શકાય છે.